મહેન્દ્ર સિંહ ધોનીને ‘ક્રિકેટ નિર્દેશક’ તરીકે નિયુક્ત
વિકેટથી મળેલી હાર બાદ આ મોટી ICC ટ્રોફી જીતવાનું ભારતનું સપનું તૂટી ગયું. ટી20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલમાંથી ભારતીય ટીમને ખરાબ રીતે બહાર કર્યા બાદ BCCI એક્શનના મૂડમાં છે. ભારતીય ક્રિકેટ ટીમમાં આગામી દિવસોમાં ઘણા મોટા ફેરફારો થવાના છે
ભારતીય ક્રિકેટ ટીમમાં જે સૌથી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે તે છે મહેન્દ્ર સિંહ ધોનીની વાપસી.
‘ધ ટેલિગ્રાફ’એ BCCI ના સૂત્રોને ટાંકીને કહ્યું છે કે ભારતીય ક્રિકેટ ટીમમાં કોચ રાહુલ દ્રવિડ કરતાં મોટું સ્થાન મળી શકે છે. BCC I ના સૂત્રોના જણાવ્યા અનુસાર કોચ રાહુલ દ્રવિડ પર વર્કલોડ ઘટાડવા માટે કોચિંગની જવાબદારી વહેંચવામાં આવશે. આવી સ્થિતિમાં, BCCI મહેન્દ્ર સિંહ ધોનીને ‘ક્રિકેટ નિર્દેશક’ તરીકે નિયુક્ત કરી શકે છે.
તમને જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની કેપ્ટનશિપમાં ODI અને T20માં એક-એક વર્લ્ડ કપ જીત્યો છે. વર્ષ 2007માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો હતો.
આ પછી ટીમ ઈન્ડિયાએ ધોનીની કપ્તાનીમાં વર્ષ 2011માં ODI વર્લ્ડ કપ પણ ઉપાડ્યો હતો. ધોનીની કપ્તાનીમાં ભારતે વર્ષ 2013માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પણ જીત્યો હતો. ધોનીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા વર્ષ 2009માં વિશ્વની નંબર 1 ટેસ્ટ ટીમ પણ બની હતી.
મહેન્દ્ર સિંહ ધોનીને વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટ કેવી રીતે જીતવામાં આવે છે તેનો અનુભવ છે. આવી સ્થિતિમાં હવે BCCI ઈચ્છે છે કે ટીમ ઈન્ડિયાને મહેન્દ્ર સિંહ ધોનીના અનુભવનો પૂરો લાભ મળવો જોઈએ, ખાસ કરીને 2023 ODI વર્લ્ડ કપ પહેલા. 2023 ODI વર્લ્ડ કપ આવતા વર્ષે જ ભારતમાં યોજાવાનો છે. મહેન્દ્ર સિંહ ધોની પર નિર્ણય આ મહિનાના અંતમાં યોજાનારી એપેક્સ કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવી શકે છે.
વર્લ્ડ કપમાં શરમજનક હાર બાદ આ વિસ્ફોટક ખેલાડીની નિવૃત્તિ જાહેર…
વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડ કપ પહેલા બદલી